ગમે ત્યાંથી શીખવો

વિદ્યાર્થીઓ શીખતા રહે તે માટે શિક્ષકો તેમજ પરિવારોની સહાય માટે જરૂરી સાધનો અને ટિપ આપી રહ્યા છીએ.

  • Google
  • UNESCO

તમારા માટે યોગ્ય સાધનો પસંદ કરો

શિક્ષકો માટે
શાળા માટે
કુટુંબો માટે

શિક્ષકો માટે

તમારી પાસે Google Workspace for Education એકાઉન્ટ નથી? અમારા નિઃશુલ્ક સાધનોના સેટ માટે તમારા વ્યવસ્થાપક કેવી રીતે સાઇન અપ કરી શકે છે તે જાણવા માટે સ્કૂલ ટૅબ જુઓ.

સૌથી નવા

  • શિક્ષણ અને અભ્યાસને આધાર આપતાં Google Meetના નવા ફીચર્સ

    શિક્ષણના દૂરસ્થ તથા કૃત્રિમ વાતાવરણમાં નિયમન અને સહભાગ વધારવામાં શિક્ષકોની મદદ કરવા માટે આ વર્ષના અંતે રજૂ થનારા Google Meetના નવા ફીચર્સ વિશે જાણો.

    વધુ જાણો
  • Assignments હવે સૌ કોઈ માટે ઉપલબ્ધ છે

    Assignments શિક્ષણ વ્યવસ્થાપન સિસ્ટમની એક ઍપ્લિકેશન છે, જે વિદ્યાર્થીઓને અપાતા ગૃહકાર્યનું વિતરણ, સૂક્ષ્મ પરિક્ષણ અને માર્ક આપવાનું ઝડપી, વધુ આસાન બનાવતો શિક્ષકો માટેનો માર્ગ છે - આ બધું Google Workspaceની સહયોગાત્મક ક્ષમતા દ્વારા શક્ય બને છે.

    વધુ જાણો
  • વર્ગોના સંચાલનમાં મદદરૂપ થતાં નવા Classroom ફીચર્સ

    નવા ફીચર્સ જે વર્ગોની રચનામાં સુધારો કરવામાં, તમને એસાઈન્મેન્ટ્સ અને ઉપયોગની વધુ સારી સમજ પર નજર રાખવામાં મદદ કરે છે. એટલું જ નહીં, પહેલીવાર ઉપયોગ કરનારાઓ માટે નવા સાધનો પણ છે.

    વધુ જાણો

વીડિયો કૉલ મારફતે હું રિમોટલી કેવી રીતે શીખવું?

  • વીડિયો કૉલ કરવા માટે તમારા ઘરમાં યોગ્ય સેટઅપ કરો

    સશક્ત વાઇ-ફાઇ સિગ્નલ, ઘણો કુદરતી પ્રકાશ અને સ્પષ્ટ બૅકગ્રાઉન્ડ ધરાવતું સ્થાન શોધો.

  • તમારા વર્ગ સાથે વીડિયો કૉલ શરૂ કરો

    Google Meet વડે તમે વીડિયો કૉલ કરી શકો છો અને તમારા આખા વર્ગને આમંત્રિત કરી શકો છો.

    ટ્યુટોરિયલ
    ખોલો
  • તાત્કાલિક પ્લેબૅક માટે તમારા પાઠને રેકોર્ડ કરો

    તમારા વિદ્યાર્થીઓ અને સહકાર્યકરો પછીથી જોઈ શકે તે માટે તમારા પાઠને રેકોર્ડ કરો.

    ટ્યુટોરિયલ
    ખોલો
  • તમારા પાઠને લાઇવસ્ટ્રીમ કરો

    લાઇવસ્ટ્રીમ કરવાથી નબળા ઇન્ટરનેટ કનેક્શનમાં બૅન્ડવિડ્થ બચે છે. તમારા પાઠને રેકોર્ડ કરો અને તેને વિદ્યાર્થીઓ પછીથી જોઈ શકે તે માટે વર્ગખંડમાં પોસ્ટ કરો.

    ટ્યુટોરિયલ
    ખોલો

હું વર્ચ્યુઅલ વર્ગખંડને કેવી રીતે મેનેજ કરું?

  • Google વર્ગખંડમાં તમારો પહેલો અસાઇનમેન્ટ બનાવો

    Google વર્ગખંડ શિક્ષકોને અસાઇનમેન્ટ બનાવવા અને ગોઠવવામાં, પ્રતિસાદ આપવામાં અને તેમના વર્ગો સાથે વાતચીત કરવામાં સહાય કરે છે.

    ટ્યુટોરિયલ
    ખોલો
  • Google Workspace ગોઠવવાનું ભારતીય શાળાનું ઉદાહરણ

    જુઓ અને જાણો કે કેવી રીતે શાળાના શિક્ષક તેના વર્ગ સાથે જોડાવા માટે Google Workspaceમાં વિવિધ સાધનોનો ઉપયોગ કરે છે

    ટ્યુટોરિયલ
  • Google Slides વડે તમારા પાઠનું માળખું તૈયાર કરો

    Google Slides વિવિધ પ્રકારની પ્રસ્તુતિની થીમ, શામેલ કરેલા વીડિયો, ઍનિમેશન અને વધુ સુવિધાઓ વડે તમારા પાઠને જીવંત બનાવવામાં સહાય કરે છે.

    ટ્યુટોરિયલ
    ખોલો
  • Google Docs બનાવો, તેને શેર કરો તથા તેમાં ફેરફાર કરો

    Google Docs વડે રીઅલ ટાઇમમાં સહયોગ કરો, જ્યાં તમે એક જ સ્થાને બધા દસ્તાવેજો બનાવી શકો છો, તેમાં ફેરફાર કરી શકો છો, તેને શેર અને પ્રિન્ટ કરી શકો છો.

    ટ્યુટોરિયલ
    ખોલો

હું પાઠને તમામ લોકો માટે સુલભ કેવી રીતે બનાવી શકું?

  • લાઇવ કૅપ્શનનો ઉપયોગ કરો

    દિવ્યાંગ વિદ્યાર્થીઓને ધ્યાન કેન્દ્રિત કરવામાં સહાય કરવા માટે Meet અને Slidesમાં કૅપ્શનનો ઉપયોગ કરો.

    ટ્યુટોરિયલ
    ખોલો
  • લખાણને જોરથી વાંચવા માટે સ્ક્રીન રીડરનો ઉપયોગ કરો

    Chromebooks અને 'વિદ્યાર્થીઓ માટે Google Workspace' પર દૃષ્ટિહીન અથવા નબળી દૃષ્ટિવાળા વિદ્યાર્થીઓ માટે બિલ્ટ-ઇન સ્ક્રીન રીડરનો ઉપયોગ કરો.

    ટ્યુટોરિયલ
    ખોલો
  • Chromebook પરની ઍક્સેસિબિલિટી સુવિધાઓ વિશે જાણો

    તેમની Chromebooksમાં બિલ્ટ-ઇન કરેલી ઍક્સેસિબિલિટી સુવિધાઓનો ઉપયોગ કેવી રીતે કરવો તે તમારા વિદ્યાર્થીઓને શીખવો.

    ટ્યુટોરિયલ
    ખોલો
  • Google Workspaceમાંની ઍક્સેસિબિલિટી સુવિધાઓ વિશે જાણો

    Google Workspaceમાં વૉઇસ ટાઇપિંગ અને બ્રેઇલ સપોર્ટ જેવી સહાયક ટેક્નોલોજીનો ઉપયોગ કરવાનું તમારા વિદ્યાર્થીઓને શીખવો.

    ટ્યુટોરિયલ
    ખોલો

હું મારા વિદ્યાર્થીઓને કેવી રીતે જોડાયેલા રાખું?

  • YouTube લર્નિંગ હબ

    આવનારા દિવસોને શૈક્ષણિક અને મજેદાર બનાવવા, માતાપિતા અને કુટુંબો માટે સંસાધનો અને પ્રવૃત્તિઓ

    ખોલો
  • સામસામે ચર્ચા માટે સમયની ગોઠવણી કરો

    Google Calendarમાં અપૉઇન્ટમેન્ટ સ્લૉટનું સેટઅપ કરો કે જેથી વિદ્યાર્થીઓ તમારી સાથે વ્યક્તિગત સામસામી ચર્ચાઓ અથવા ગ્રૂપ સત્રો બુક કરી શકે.

    ટ્યુટોરિયલ
    ખોલો
  • Read Along

    તે એક સ્પીચ આધારિત વાંચન એપ્લિકેશન છે જે બાળકોને વાંચન શીખવા અને અભ્યાસ કરવા માટે પ્રોત્સાહિત કરે છે

    ખોલો
  • Google Arts & Culture

    વિશ્વના સૌથી પ્રખ્યાત સંગ્રહાલયોની મુલાકાત લો, કલા અને ઇતિહાસ વિશે જાણો અને વિશ્વના અજાયબીઓ જુઓ.

    ખોલો

શાળા માટે

આ સાઇટ પર સૂચનોને અજમાવવા માટે, તમને માત્ર Google Workspace for Education એકાઉન્ટની જરૂર છે. વિશ્વભરની યોગ્યતા ધરાવતી શાળાઓ માટે Google Workspace for Education નિઃશુલ્ક ઉપલબ્ધ છે.

હું મારી સ્કૂલ માટે Google Workspace for Education કેવી રીતે મેળવું?

  • પગલું 1 - સાઇન અપ કરો

    તમારી સ્કૂલ માટેનું સાઇન અપ ફોર્મ પૂર્ણ કરો. તમારા પોતાના ડોમેનની ચકાસણી કરો. મંજૂરી મળવામાં થોડા દિવસ લાગી શકે છે, કૃપા કરીને ધૈર્ય રાખો.

    ટ્યુટોરિયલ
    સાઇન અપ કરો
  • પગલું 2 - વપરાશકર્તાઓ બનાવો અને માળખું વ્યાખ્યાયિત કરો

    સેટિંગ અને નીતિઓ લાગુ કરવા માટે સંસ્થાકીય માળખું નક્કી કરો અને વપરાશકર્તાઓની csv ફાઇલ અપલોડ કરો.

    ટ્યુટોરિયલ
    ખોલો
  • પગલું 3 - સેટિંગ ગોઠવો

    કયા વપરાશકર્તાઓ પાસે કઈ સેવાઓનો ઍક્સેસ રહેશે તે પસંદ કરો અને તેને સુરક્ષિત અને સલામત રાખવા સરળતાથી સેટિંગ લાગુ કરો.

    ટ્યુટોરિયલ
    ખોલો
  • પગલું 4 - પ્રશિક્ષણ આપો

    શીખવાની ક્રિયા ક્યારેય પણ અટકતી નથી. Google for Educationના શિક્ષક કેન્દ્રમાં શિક્ષકો માટેના ટેક્નોલોજી પ્રશિક્ષણ અને સંસાધનો વિશે જાણકારી મેળવો.

    ખોલો

મારી શાળા માટે હું Chromebooks કેવી રીતે મેળવી શકું?

  • પહેલું પગલું - Chromebooks અને Chrome Education Upgrade ખરીદો

    મેનેજમેન્ટ સૉફ્ટવેર સાથે Chromebooks ખરીદવા, સૌથી પહેલા, Chromebook ઉત્પાદક, રિસેલર, અથવા Google for Education ટીમ સાથે સંપર્ક કરો.

    અમારો સંપર્ક કરો
  • બીજું પગલું - નોંધાણી કરો અને તમારું ઉપકરણ તૈયાર કરો

    તમને તમારી Chromebooks અને Chrome Education Upgrades મળે એ પછી, તેમની નોંધણી કરો અને તેમને તૈયાર કરો, અથવા તમારા વપરાશકર્તા સીધા જ નોંધણી કરે એ માટે યોજના બનાવો.

    ખોલો
  • ત્રીજું પગલું - તમારા ઉપકરણની પૉલિસીઝ અને સેટિંગ્સ મૅનેજ કરો

    Googleના ઍડમિન કૉન્સોલ સાથે તમે 200 કરતાં વધુ પૉલિસી સેટિંગ્સ ગોઠવી શકો છો, જેમ કે Wi-Fi સેટિંગ્સ, પ્રી-ઈન્સ્ટૉલ્ડ ઍપ્સ પસંદ કરવી, અને Chrome ઑપરેટિંગ સિસ્ટમના અદ્યતન વર્ઝન માટે ઉપકરણોને ઑટો-અપડેટની ફરજ પાડવી.

    ખોલો
  • ચોથું પગલું - Chromebooksને ઘરે મોકલો અથવા શાળામાં રાખો

    બાળકો સાથે ઘરે મોકલવા માટે અથવા શાળામાં જ વાપરવા માટે Chromebooks તૈયાર કરો.

    ખોલો

કુટુંબો માટે

હવે સ્કૂલનું કામ ઘરેથી થઈ રહ્યું હોવાથી, વિધાર્થીઓ પહેલાં ક્યારેય ન વીતાવ્યો હોય તેટલો સમય ઑનલાઇન વીતાવી રહ્યાં છે. બાળકો દ્વારા ટેક્નોલોજીના ઉપયોગને મેનેજ અને સપોર્ટ કરવામાં કુટુંબોને સહાય કરવા માટેની ટિપ અને સાધનો આ રહ્યાં.

મારું બાળક સ્કૂલ માટે જે ટેક્નોલોજીનો ઉપયોગ કરે છે, તેના વિશે હું કેવી રીતે જાણી શકું?

  • Googleના સાધનો વિશે જાણો

    Chromebooksથી લઈને Google Workspace for Education સુધી, શિક્ષકો અને વિદ્યાર્થીઓ Googleના પ્રોડક્ટનો કેવી રીતે ઉપયોગ કરી રહ્યાં છે તે જાણવામાં તમને સહાય કરવા માટે અમારી વાલીઓ માટેની માર્ગદર્શિકાઓ વાંચો.

    ખોલો
  • ઘરમાં ઉપયોગ માટે Chromebooksનું સેટઅપ કરો

    ઘરમાં ઉપયોગ માટે, તમારા બાળકની Chromebookમાંની તમામ બિલ્ટ-ઇન સુવિધાઓનું સેટઅપ અને ઉપયોગ કેવી રીતે કરવો તે જાણો.

    ખોલો
  • દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે ઍક્સેસિબિલિટી સાધનો મેળવો

    જો તમારા બાળકને કોઈ ચોક્કસ આવશ્યકતા કે વિકલાંગતા/અપંગતવ હોય, તો Google Workspace અને Chromebooksમાંની બિલ્ટ-ઇન ઍક્સેસિબિલિટી સુવિધાઓની જાણકારી મેળવીને તેમને સપોર્ટ આપો.

    ખોલો
  • સ્કૂલના કામમાં સહાય મેળવો

    વિધાર્થીઓને હાઇ સ્કૂલ અને યુનિવર્સિટીના સ્તરનું કામ સમજવામાં સહાય કરવા માટે, શીખવા માટેની Socratic ઍપ જે Google AI દ્વારા સંચાલિત છે તેનો ઉપયોગ કરો.

    વધુ જાણો
    ડાઉનલોડ કરો

હું મારા બાળક દ્વારા ટેક્નોલોજીના ઉપયોગને કેવી રીતે મેનેજ કરી શકું અને તેમને ઑનલાઇન સુરક્ષિત રહેવામાં સહાય કરી શકું?

  • સારી ડિજિટલ આદતો કેળવો

    તમારું બાળક ઑનલાઇન શીખતું, રમતું અને અન્વેષણ કરતું હોય, ત્યારે તેનું માર્ગદર્શન કરવામાં સહાય કરવા મૂળભૂત ડિજિટલ નિયમો સેટ કરવા માટે Family Link ઍપનો ઉપયોગ કરો.

    વધુ જાણો
  • એકસાથે ડિજિટલ દુનિયાને નૅવિગેટ કરો

    પરિણામલક્ષી વાતચીતને શરૂ કરવા અને તમારા આખા કુટુંબ માટે કામ કરે તેવી સારી ડિજિટલ આદતોને ઓળખવા અમે માર્ગદર્શિકા બનાવી છે.

    વધુ જાણો

મારા બાળકની શીખવાની પ્રવૃત્તિને સપોર્ટ કરવા હું વધુ કન્ટેન્ટ ક્યાં શોધી શકું?

  • તમારા કુટુંબ માટે મજેદાર સાહસ પસંદ કરો

    મનોરંજક તથ્યો, અદ્ભુત પ્રવૃત્તિઓ અને આશ્ચર્યજનક વાર્તાઓ, Google Arts and Culture વડે સાથે મળીને શોધો.

    ખોલો
  • સમગ્ર પરિવાર માટે શૈક્ષણિક સંસાધનો શોધો

    માતાપિતા અને વાલીઓ YouTube પર પૂરક શૈક્ષણિક કન્ટેન્ટ અને પ્રવૃત્તિઓ શોધી શકે છે.

    ખોલો
  • ઘરે અજમાવવા જેવી મજેદાર કોડિંગ પ્રવૃત્તિઓ

    ક્રિયાત્મક પ્રવૃત્તિઓ વડે કોડિંગ શીખવતા, આકર્ષક વીડિયો આધારિત અભ્યાસક્રમ CS Firstની શરૂઆત કરવામાં બાળકોને સહાય કરવા માટે, માતાપિતા અને વાલીઓ આ માર્ગદર્શિકાનો ઉપયોગ કરી શકે છે.

    તેને અજમાવી જુઓ

હું મારા બાળકની શાળા સાથે કેવી રીતે વાતચીત કરી શકું? અને જો હું અલગ ભાષા બોલું, તો શું થાય?

  • Google Meet મારફતે કૉલ કરો

    Meetનો ઉપયોગ કરીને, તમે અને તમારું બાળક શિક્ષક સાથેના વીડિયો અને ઑડિયો કૉલનું સેટઅપ કરી શકો છો.

    ખોલો
  • Google Translate વડે સમજ સુધારો

    તમારા ફોન પરની વાતચીતનો અનુવાદ કરો અથવા અન્ય ભાષાઓમાં વાતચીત કરવા માટે શબ્દો, દસ્તાવેજો કે ઇમેઇલનો અનુવાદ કરવા કૅમેરાનો ઉપયોગ કરો.

    ખોલો
  • અનુવાદક મોડનો ઉપયોગ કરો

    તમારા ફોન પર અથવા તમારી પાસે સ્માર્ટ ડિવાઇસ હોય તો તેના પર, Assistant વડે વાતચીતનો ભાષાઓ વચ્ચે અનુવાદ કરવા માટે Google Assistantના અનુવાદક મોડનો ઉપયોગ કરો.

    ખોલો

  • પીઅર સમુદાયો

    તમારા સમુદાયના અન્ય લોકો સાથે કનેક્ટ થવા અને શેર કરવા માટે, સ્થાનિક 'Google શિક્ષકોના ગ્રૂપ'માં જોડાઓ.

    વધુ જાણો
  • વર્ચુઅલ કામકાજનો સમય

    અમારા વર્ચ્યુઅલ કામકાજનો સમય અને સાપ્તાહિક Twitter ચૅટ વડે #TeachFromHome વાતચીતમાં જોડાઓ.

    જોડાઓ

અતિરિક્ત સપોર્ટ અને પ્રેરણા

  • દૂરસ્થ શિક્ષણ માટેના વધુ સંસાધનો શોધો

    પ્રોડક્ટ પ્રશિક્ષણ, વેબિનાર્સ અને Google for Education COVID-19ના સંસાધન પેજ પર અમારા એકદમ નવા અપડેટ માટે ઍક્સેસ મેળવો.

    ખોલો
  • અતિરિક્ત સહાય મેળવો

    પ્રોડક્ટના નિષ્ણાતો સાથે સીધા કનેક્ટ થવા અને પ્રશ્નો પૂછવા માટે Google for Education સહાયતા કેન્દ્ર અને પ્રોડક્ટ ચર્ચા મંચોની મુલાકાત લો.

    ખોલો

ગમે ત્યાંથી શીખવો વિશે

શાળા બંધ થવાથી બધી જગ્યાએ શિક્ષકો, વિદ્યાર્થીઓ અને માતાપિતાને અસર થાય છે. આ અસાધારણ સમયમાં, ટેક્નોલોજી દૂરસ્થ શિક્ષણને વધુ સરળ અને વધુ ઍક્સેસિબલ બનાવવામાં સહાય કરી શકે છે.

ગમે ત્યાંથી શીખવો એ Google દ્વારા સંચાલિત પહેલ છે-જે તમને એવું બધું જ આપે છે જે શરૂઆત કરવા માટે જરૂરી હોય. ગમે ત્યાં, ગમે ત્યારે અને ગમે તે ડિવાઇસ પર - સહયોગાત્મ્ક શિક્ષણ અને શીખવાની પ્રવૃત્તિને ચાલુ કરવા માટે, અમારા નિઃશુલ્ક ઉપલબ્ધ, સુરક્ષિત સાધનોને ડિઝાઇન કરવામાં આવ્યા છે. જેથી કોઈપણ સંજોગોમાં શિક્ષણ ચાલુ રહી શકે.

અમારા સ્થાનિક ભાગીદારો

  • FICCI Arise

    FICCI Arise

    FICCI Arise એ હોદ્દેદારોનું સંગઠન છે જે શિક્ષણ પરિણામની ગુણવત્તા વધારવા માટે અને કોઈ બાળક પાછળ ન રહે તે સુનિશ્ચિત કરવા માટે સરકારી અને બિન સરકારી પ્રયત્નોમાં ઉત્પ્રેરક બનવાની દ્રષ્ટિ સાથે શાળા શિક્ષણના વિવિધ પાસાઓને રજૂ કરે છે.